પ્રેસનોટ



તારીખ ૧૭/૯/૨૦૨૫ (બુધવાર)
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે પારડી ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ
નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા વિશેષ ઉપસ્થિત રહી તમામ રક્તદાતાઓને કર્યા પ્રોત્સાહિત
*દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય શ્રી સી.આર. પાટીલજી, પ્રદેશ સંગઠન ના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા ના અધ્યક્ષ સ્થાને, ગુજરાત સરકારના નાણાં,ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ ની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ પારડી શ્રી ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે રક્તદસન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પ્રોત્સાહન સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી,નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા એ રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી રક્તદાન કરવા બદલ તમામને અભિનંદન પાઠવ્યા હતા* *આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, વી.આઇ.એ. ના પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, પારડી શહેર ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ પટેલ, વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ દેસાઈ, વાપી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સમયભાઈ પટેલ, પારડી તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી દક્ષેશભાઈ પટેલ, તાલુકા પંચાયત,નગરપાલિકાના સભ્યો, સરપંચશ્રીઓ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા*
દિવ્યેશ કૈલાશનાથ પાંડે
મીડીયા કન્વીનર વલસાડ જિલ્લા ભાજપ
