
વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષના પાવન અવસરે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ!
દિવાળીનો આ તહેવાર અંધકાર પર પ્રકાશ અને દુઃખ પર આનંદનો વિજય ઉજવવાનો છે. આ પ્રસંગે ચાલો, જીવનમાં નવી આશા, ઉત્સાહ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવીએ.
કપરાડા વિસ્તારના મહેનતુ ખેડૂત, શ્રમિક, યુવાનો અને બહેનોના પરિશ્રમથી વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. આપ સૌના સહકારથી વિસ્તાર પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે.
આ નવા વર્ષમાં ચાલો ‘વોકલ ફોર લોકલ’નો સંદેશ અપનાવી સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરીએ, જેથી સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત બને.
માતા લક્ષ્મીજી અને ભગવાન ગણેશજીના આશીર્વાદથી આપના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ વરસે — એવી હાર્દિક પ્રાર્થના.
— જીતુભાઈ ચૌધરી
પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી, ગુજરાત સરકાર
ધારાસભ્ય – 181 કપરાડા વિધાનસભા
