
ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે દિવાળીના તહેવારમાં હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા છે. તેવામાં આજે ગુરુવારે (16 ઑક્ટોબર) દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ વરસાદ
દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં આજે સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં વલસાડના ધરમપુર, કપરાડા સહિતના વિસ્તારોમાં પવન સાથે ધીમીધારે વરસાદ થયો છે. જ્યારે ડાંગ જિલ્લાના વઘઈ, સાપુતારા સહિત આસપાસના સ્થળોએ પણ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાની થઈ હોવાની ભીતી સેવાઈ છે, ત્યારે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.

આ પણ વાંચો: દિવાળીએ મેઘરાજા બગડશે, અરબ સાગરમાં નવી સિસ્ટમ એક્ટિવ થતા 6 દિવસ વરસાદની આગાહી
દિવાળી-બેસતું વર્ષના દિવસે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 20, 21 અને 22 ઑક્ટોબર, 2025 એટલે કે, દિવાળી અને બેસતું વર્ષના દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના છે. જેમાં નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
