ગુજરાતમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી:

40-50 કિમીની ઝડપે પવન ગુજરાતમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ગરમીનો પારે 40 ડિગ્રીને પાર છે, ત્યારે આગામી 30 મેથી 2 જૂન સુધી કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે આ જિલ્લાઓમાં 40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
4 દિવસ માવઠાની આગાહી

હવામાન વિભાગ મુજબ, આગામી 30 મેના રોજ કચ્છ, બનાસકાંઠા,સાબરકાંઠા, મહીસાગર અને પાટણ, જ્યારે 31 મેના દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે.

1 જૂને 12 જિલ્લામાં પવન-ગાજવીજ સાથે માવઠાની આગાહી
જ્યારે આગામી 2 જૂનના દિવસે અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ વરસાદ અને 40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.

તેમજ 27 અને 28 મે આ બે દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles