મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા વિકસિત ભારતના સંકલ્પ સાથે નાનાપોઢામાં જનકલ્યાણ કાર્યશાળાનું આયોજન

પ્રધાનમંત્રી Narendra Modi ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નાનાપોઢામાં વિશેષ જનકલ્યાણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો તેમજ વિવિધ મોરચાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં “અવિકસિતથી વિકાસ તરફ” અને “વિકસિત ભારત સંકલ્પ” વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


કાર્યક્રમ દરમિયાન વક્તા ગણેશભાઈ બિરારી અને સુરેશભાઈ પટેલે ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ દેશે અનેક ઐતિહાસિક નિર્ણયો અને વિકાસકાર્યો દ્વારા વિશ્વભરમાં નવી ઓળખ ઉભી કરી છે.

“સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ”ના મંત્ર સાથે ગરીબ, ખેડૂત, મહિલાઓ, યુવાનો અને વંચિત વર્ગોના કલ્યાણ માટે અનેક યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મુકાઈ રહી છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના કારણે દેશના અંતિમ માણસ સુધી વિકાસનો લાભ પહોંચ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.


કાર્યશાળામાં ઉપસ્થિત કાર્યકરોને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી જનધન યોજના, ઉજ્જવલા યોજના, આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, સ્વચ્છ ભારત અભિયાન, ખેડૂતો માટેની વિવિધ સહાય યોજનાઓ તેમજ મહિલા સશક્તિકરણ અને યુવાનો માટેની રોજગારી સંબંધિત યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે આગામી સમયમાં ગામડાં સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા માટે કાર્યકરોને સક્રિય કામગીરી કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે આગામી દિવસોમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વૃક્ષારોપણ અભિયાન, સ્વચ્છતા અભિયાન, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક કાર્યક્રમ, વિકાસ યાત્રા, પ્રદર્શન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી તેમજ જનકલ્યાણ શિબિર જેવા કાર્યક્રમોને સફળ બનાવવા માટે આયોજન કરાયું હતું. કાર્યકરોને વધુમાં વધુ લોકો સુધી પહોંચીને સરકારની યોજનાઓનો લાભ અપાવવા માટે જવાબદારીપૂર્વક કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી.


કાર્યક્રમમાં નાનાપોઢા તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ તુષારભાઈ પટેલ, ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો, આગેવાનો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત કાર્યકરો દ્વારા “વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles