ગીતા વિદ્યાલય દ્રારા સામૂહિક 51 પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ

પૂ.શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેનામાંથા ગીતા વિદ્યાલય — ગીતા મંદિર ટ્રસ્ટના 75 વર્ષો પૂર્ણ થતા હોવાથી અમૃત મહતત્સવના ઉપક્રમે પિતૃમામ ભાદરવાના શ્રાઢ પક્ષમાં જામનગરમાં મહાવીર સોસાયટીમાં ગીતા ભવન ખાતે ભાદરવા વદ આઠમથી અમાસ તા.14 થી 21 સપ્ટેમ્બર સુધી 51 પોથી સામુહિક શ્રીમદ ભાગવત મા જ્ઞાનચત પારાયણનું આયોજન કરેલ છે.

જેમાં વક્તાપદે ભાગવતાચાર્ય શ્રીમનહરલાલજી મહારાજના પુત્ર શાસ્ત્રી ડો.કૃષ્ણકુમાર મહેતા એમ.એસસી,એમ.એડ પી.એચ.ડી મંગીતમય શૈલીમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરીને ભાગવતજીના રહસ્યોનું સરળ સમજૂતી સાથે વર્ણન કરશો તેમજ શુદ્ધ કથા, મૂળ-શાસ્ત્રોક્ત કથાની ત્રણ પેઢીની પરંપરાને અનુસરીને બીપડાથી દ્રષ્ટાંતો, પર્યાવર, રાષ્ટ્રપ્રેમ, વ્યસનમુક્તિ, દહેજપ્રથા, વાચનટેવ વગેરેને આવરી લઈને લોકજાગૃતિનું કર્તવ્ય નિભાવશે.

આ આયોજનમાં ગીતા વિદ્યાલયમાં આજીવન સેવા આપનાર સદગત ટ્રાસ્ટીઓ ડો.કિશોરભાઈ દવે,મોહનભાઈ જેઠવા, શૈલેશભાઈ દવે,ચંદુભાઈ મહેતા, ઉપેન્દ્રભાઈ યાગ્નિકના પરિવારજનો કથાના મુખ્ય યજમાનપદે રહેશે.ભાગવત કથામાં વામન જન્મ, રામજન્મ. કૃષ્ણજન્મ-ભવ્ય નંદમહોત્સવ, ગીરીરાજ ઉત્સવ,રુકમણી વિવાહ વગેરે પ્રસંગો ભાવપૂર્વક ઉજવાશે.

તેમજ કથા દરમ્યાન સંતો-મહંતોના આશીર્વચન,નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ,વ્યસનમુક્તિ કેમ્પ, જળસંચય અભિયાન વગેરેનું આયોજન થશે.કથામાં સામાજિક અગ્રણીઓ વિવિધ સંખ્યાબોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. અત્રે એ ઉલ્લેખનીય છેકે ગીતા વિદ્યાલયના અમૃત મહોત્સવમાં ગીતા વિદ્યાલયના આદ્યસંસ્થાપક, અધિષ્ઠાતા પૂ.શ્રી મનહરલાલજી મહારાજના પુત્ર આ કથાના વક્તાપદે છે.

તા.14 થી 21 સપ્ટેમ્બર દરમ્યાનની આ સામૂહિક કથાયાત્રામાં આ પાવન આયોજનમાં કથાશ્રવણ,પોથી પૂજન,દીપદાન, દૈનિક પ્રસાદીના યજમાન તથા સ્વજનોના આત્મકલ્યાણાર્થે કથાના પાટલા પોથીજીના યજમાનના નામ નોંધાય છે.

જેમાં પિતૃઓના ફોટા તસવીરનું સ્થાપન થશે અને યજમાનોને પ્રતિદિન વિધિસર પૂજા,આરતી કરાવવામાં આવશે. વધુ વિગત માટે તથા યજમાનમાં નામ નોંધાવવા કાશીવિશ્વનાથ મંદિર પાસે ગીતા વિદ્યાલયમાં મોબાઈલ નંબર 9327020769, 9898318286 પર સંપર્ક કરવા સર્વે ભાવિકોને સંસ્થાએ અનુરોધ કર્યો છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles