કથાકાર પ.પૂ. પ્રફુલભાઈ શુકલના સાનિધ્યમાં 885મી દેવી ભાગવત કથાનું ભવ્ય આયોજન

નવસારી જિલ્લાના ખેરગામ ખાતે આવેલું “જગદંબા ધામ” આ વર્ષે નવરાત્રી પર્વે ફરીથી ભક્તિમય માહોલથી ગુંજાશે. પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. પ્રફુલભાઈ શુકલના પવિત્ર સાનિધ્યમાં દેવી ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ કથા પ્રફુલભાઈ શુકલની 885મી દેવી ભાગવત કથા રહેશે, જે તેમના આધ્યાત્મિક પ્રવાસનું એક મહત્ત્વપૂર્ણ તબક્કું છે.

આ કથાનું આયોજન 22 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર 2025 સુધી દરરોજ સવારે 10 થી 11:30 કલાકે યોજાશે. રોજિંદા કથાની સાથે નવચંડી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં ભક્તો યજ્ઞમાં સહભાગી બનીને માતાજીના આશીર્વાદ મેળવી શકશે. આ પ્રસંગે અનેક સંતો, મહંતો, આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહી આ આધ્યાત્મિક મહોત્સવને વધુ પવિત્રતા આપશે.

કથાનું શ્રવણ કરવા માટે માત્ર સ્થાનિક જ નહીં પરંતુ દેશ-વિદેશના ભક્તો પણ જોડાઈ શકે છે. આ માટે ખાસ વ્યવસ્થા તરીકે કથાનું સીધું પ્રસારણ Facebook Live મારફતે કરવામાં આવશે. ભક્તો PRAFULBHAI SHUKLA BAPU નામની Facebook ID પરથી લાઈવ કથાનું દર્શન કરી શકશે.

પ્રફુલભાઈ શુકલની કથાઓ હંમેશા જ્ઞાન, ભક્તિ અને સંસ્કૃતિના સંદેશ આપતી રહી છે. તેમની વાણીમાં આધ્યાત્મિક ઊર્જા સાથે સાથે સમાજને માર્ગદર્શન મળે છે. 885મી દેવી ભાગવત કથા આ વર્ષે નવરાત્રીના પાવન અવસરને વધુ યાદગાર અને ભવ્ય બનાવશે.

👉 ભક્તોને આયોજકો તરફથી અપીલ છે કે તેઓ પરિવાર સાથે આવીને કથા અને યજ્ઞનો લાભ લઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે.

સ્થળ : જગદંબા ધામ, દેસાઈવાડ, ખેરગામ – જિલ્લા નવસારી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles