રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ મહત્વપૂર્ણ નિર્ણય લઈને આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે એક સશક્ત પગલું ભર્યું છે. – જીતુભાઇ ચૌધરી

વલસાડ જિલ્લામાં વિકાસના નવા અધ્યાય તરીકે નાનાપોઢાને તાલુકા બનાવવાની ઐતિહાસિક જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આ મહત્વપૂર્ણ નિર્ણય લઈને આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે એક સશક્ત પગલું ભર્યું છે.

કપરાડા ધારાસભ્ય તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે નાનાપોઢાને તાલુકા તરીકે માન્યતા મળવાથી સમગ્ર વિસ્તારમાં વિકાસના નવા દરવાજા ખુલશે. સરકાર દ્વારા લેવામાં આવેલ આ લોકહિતનો નિર્ણય સ્થાનિક જનતાના વર્ષોથી રહેલા સપનાને સાકાર કરનાર છે. નાનાપોઢા વિસ્તારના સરપંચો, ગ્રામજનો અને વિવિધ આગેવાનો દ્વારા લાંબા સમયથી તાલુકાની માંગણી કરવામાં આવી રહી હતી.

આ નવા તાલુકાની રચના થવાથી લોકોને હવે સરકારી કાર્યો માટે કપરાડા, પારડી કે વલસાડ સુધી જવાનું રહેશે નહીં. નાનાપોઢા ખાતે તાલુકા કચેરીઓ, સરકારી ઓફિસો અને અન્ય આવશ્યક વિભાગો કાર્યરત થશે, જેના કારણે જનતાને નજીકમાં જ સગવડો ઉપલબ્ધ થશે. ખાસ કરીને દુરદૂરના ગામડાઓના આદિવાસી ભાઈઓ-બહેનોને તેમના હક્કના કામો માટે સુવિધા મળશે અને સમય તથા ખર્ચ બંનેની બચત થશે.

શ્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે આ નિર્ણયથી શિક્ષણ, આરોગ્ય, કૃષિ, માર્ગ તથા ઉદ્યોગ ક્ષેત્રે ઝડપી વિકાસ થવાનો માર્ગ મોકળો થયો છે. નાનાપોઢા તાલુકા બનવાથી સ્થાનિક યુવાઓને રોજગારીની તકો પણ વધશે. તાલુકા સ્તરે નવી કચેરીઓ શરૂ થવાથી કર્મચારીઓની ભરતી થશે તેમજ વેપાર-ઉદ્યોગ માટેનું વાતાવરણ વિકસશે.

કપરાડા વિધાનસભા વિસ્તારમાં આવેલ અનેક ગામડાઓ હવે નાનાપોઢા તાલુકાના ભાગ બનશે. આથી લોકજીવન સરળ બનશે તેમજ પ્રશાસન વધુ કાર્યક્ષમ અને જનહિતકારી બનશે. તાલુકા કેન્દ્ર પર વિકાસની અનેક યોજનાઓ ઝડપથી અમલમાં આવશે.

શ્રી ચૌધરીએ નાનાપોઢા તાલુકાની જાહેરાત બદલ રાજ્ય સરકાર તથા ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર હંમેશાં આદિવાસી સમાજના કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહી છે. આ નિર્ણય એનો જીવંત દાખલો છે.

આ પ્રસંગે નાનાપોઢા વિસ્તારના ગ્રામજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ મીઠાઈ વહેંચાઈ, ફટાકડા ફોડાયા અને લોકોએ એકબીજાને અભિનંદન પાઠવ્યા. તાલુકાની જાહેરાતને લોકો એક ઐતિહાસિક ભેટ તરીકે માણી રહ્યા છે.

નાનાપોઢા તાલુકાની સ્થાપનાથી સમગ્ર વિસ્તારમાં વિકાસનો નવો યુગ શરૂ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા શ્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે આગામી દિવસોમાં તાલુકાના વિકાસ માટે તમામ જરૂરી યોજનાઓને રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવશે અને લોકોના હિતમાં સતત કાર્ય કરવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles