
ખેરગામ ના જગદમ્બા ધામ માં ચાલી રહેલા આષો નવરાત્રી અનુસ્થાન માં આજે છઠ્ઠા દિવસે કાત્યાયની નવચંડી યજ્ઞ બોડવાંક ના છીબુભાઇ આર, પટેલ ઇન્ડિયાના પોલીસ U, S, A, ના યજમાન પદે સંપન્ન થયો હતો સાથે દિનેશભાઇ, નટુભાઈ,હાર્દિકભાઈ, સહભાગી બન્યા હતા દેવીભાગવત કથા ના મુખ્ય યજમાન રાજેન્દ્ર ગજાનન પટેલ ઉમિયા બા પરિવાર ભીલાડ નું આજે સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે ભારત ની સઁસ્કૃતિ માં યજ્ઞ પ્રધાન છે ઋષિ મુનિઓ એ કહ્યું છે કે યજ્ઞ ની મેંઘ આવે છે, મેઘથી ધાન્ય પાકે છે અને ધાન્ય થી ધર્મ, યજ્ઞ કાર્ય થાય છે, આચાર્ય કિશન દવે, અંકુરભાઈ શુક્લ,વઁશ વેષ્ણવ, દ્વારા મન્ત્ર ઉચ્ચાર થયાં હતા પ્રતીક પટેલ આછવણી મનુભાઈ રૂપાભવાની, અને બિપીનભાઈ પટેલ ભેરવી એ સંચાલન કર્યું હતું અશ્વિનાબેન મુકેશભાઈ રાબડા તરફ થી 108 દીવડાની મહા આરતી ઉતારવામાં આવી હતી. આજે કથા મા પ્રિન્સિપાલ ભરતભાઈ પટેલ, દયારામભાઈ પટેલ અને પીન્ટુભાઇ પટેલ પધાર્યા હતા. જેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.અંત માં મહાપ્રસાદ અપાયો હતો.

