
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટી.માં કરવામાં આવેલ સુધારા (GST REFORMS) અને આત્માનિર્ભર ભારતના સંકલ્પ સાથે હર ઘર સ્વદેશી અંગે લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, સરીગામ ઔદ્યોગિક એસોસિએશન ના પ્રમુખ શ્રી નિર્મલભાઇ દુધાણી ની વિશેષ ઉપસ્થિતિમાં ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીઝ

એસોસિએશન હોલ ખાતે અગત્યની બેઠક યોજી વિગતવાર માહિતીઓ આપી હતી, સાંસદ શ્રી ધવલભાઈ પટેલે સરીગામ વિસ્તારના ઔદ્યોગિક એકમોના આગેવાનો સાથે બેઠક કરી ઔદ્યોગિક વિકાસ માટે એમની સમસ્યાઓ, રજૂઆતો સાંભળી દ્વિપક્ષીય સંવાદ કર્યો હતો,તેમજ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર દ્વારા છેવાડા ના માનવી સુધી ઉપયોગી એવા જી.એસ.ટી. ટેક્સમાં રાહત અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે આત્મનિર્ભર ભારત ના નેજા હેઠળ હર ઘર સ્વદેશી અંગે માહિતીઓ પૂરી પાડી હતી*

*આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડો.7 શ્રી નિરવભાઈ શાહ,એસ.આઈ.એ. ના સેક્રેટરી કૌશિકભાઈ પટેલ, વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખ શ્રી અમનભાઈ ત્રિવેદી, ઉમરગામ શહેર ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઇ પ્રેસવાલા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ના સભ્યો,જિલ્લા આઈ.ટી.ના કન્વીનર શ્રી ધ્રુવીનભાઈ પટેલ સહિત સંસ્થાના પૂર્વ પ્રમુખશ્રીઓ, ઔદ્યોગિક આગેવાનો તેમજ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા*
