વલસાડ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે “જનજાતિય ગૌરવ યાત્રા”નું ભવ્ય આયોજન થયું

. વાપી, પારડી, ભીલાડ, ઉમરગામથી પસાર થઈ યાત્રા નાનાપોઢા ખાતે પહોંચી હતી. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે બિરસા મુંડા આદિવાસી સ્વાભિમાનના પ્રતિક છે અને તેમની પ્રેરણા આજની પેઢીને પોતાના હક માટે લડવાની શક્તિ આપે છે. યાત્રામાં અનેક સમાજસેવકો, વિદ્યાર્થીમિત્રો અને યુવાનો ઉમટ્યા હતા. પરંપરાગત નૃત્ય-ઢોલનગારાથી વાતાવરણ ગૌરવમય બન્યું અને કાર્યક્રમએ આદિવાસી એકતા અને સંસ્કૃતિનો શક્તિશાળી સંદેશ આપ્યો.

નાનાપોઢા ખાતે બિરસા મુંડા સર્કલ પર સૌએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવી, પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે જનજાતિ ગૌરવ અને બિરસા મુંડાના ત્યાગને યાદ કરી સૌએ તેમની આદર્શ પ્રેરણાને સલામ કરી.

આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે નાનાપોઢા ખાતે જનજાતિ ગૌરવ યાત્રામાં સંબોધન કર્યું ભગવાન બિરસા મુન્ડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી જનજાતિ ગૌરવ યાત્રામાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 15 નવેમ્બરનો દિવસ “જનજાતિ ગૌરવ દિવસ” તરીકે જાહેર કરીને આદિવાસી સમાજને ગૌરવ આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાજીનું યોગદાન નવી પેઢી સુધી પહોંચવું જરૂરી છે. રાજપીપળામાં 350 કરોડના ખર્ચે બિરસા મુંડા યુનિવર્સિટી સ્થાપિત થવી આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે. 15 નવેમ્બરે કેવડિયા ખાતે ભવ્ય ઉજવણી થશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહેશે.

વલસાડ સાંસદ ધવલભાઈ પટેલે જનજાતિ ગૌરવ યાત્રાના પ્રસ્થાન પ્રસંગે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બરને “જનજાતિ ગૌરવ દિવસ” જાહેર કરીને આદિવાસી સમાજના બલિદાનને સાચું માન આપ્યું છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આ વર્ષે “જનજાતિ ગૌરવ વર્ષ” તરીકે ઉજવાય રહ્યું છે, જે નવી પેઢી માટે પ્રેરણાસ્રોત બનશે. સાંસદે જણાવ્યું કે તાત્યમામા ભીલ, રાણી દુર્ગાવતી, નીલમબર-પીતાંબર જેવા અનેક આદિવાસી શૂરવીરોએ સ્વતંત્રતાની લડતમાં બલિદાન આપ્યું હતું, પરંતુ તેમનું યોગદાન ઇતિહાસમાં અવગણાયું હતું. આજે મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે 100થી વધુ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. તેમણે જણાવ્યું કે કપરાડા અને નાનાપોઢા વિસ્તારના વિકાસ માટે ભાજપના તમામ પ્રતિનિધિઓ સંકલ્પબદ્ધ છે.

વલસાડ જિલ્લામાં યોજાયેલી “જનજાતિય ગૌરવ યાત્રા”નો મુખ્ય હેતુ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને સરકારની યોજનાઓનો લાભ સીધો ગ્રામ્ય સ્તરે પહોંચાડવાનો છે. ભારત સરકારના “આદિ કર્મયોગી અભિયાન” હેઠળ જિલ્લામાં 340 ગામોમાં “આદિ સેવા કેન્દ્રો” શરૂ થયા છે, જ્યાં દરેક ગામ માટે વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. PM-JANMAN મિશન હેઠળ 144 ગામોના 327 આદિમજુથ વસાહતોમાં 4604 આવાસ, 9339 આયુષ્માન કાર્ડ, 881 વીજળી કનેક્શન, 5042 PM કિસાન કાર્ડ અને 1771 નલ-સે-જલ જોડાણો પૂરા કરાયા છે. “ન્યુ ગુજરાત પેટર્ન યોજના” હેઠળ રૂ.106.48 કરોડની જોગવાઇથી 968 કાર્યો મંજૂર થયા છે, જ્યારે “મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના” હેઠળ રૂ.32 કરોડના 264 પ્રોજેક્ટ હાથ ધરાયા છે. દૂધ સંજીવની યોજના હેઠળ ધરમપુર, કપરાડા, ઉમરગામ અને પારડી તાલુકાની 73 શાળાના 81 હજાર વિદ્યાર્થીઓને ફ્લેવર્ડ દૂધ મળે છે. વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ 31,018 અરજીઓ મંજૂર કરી 9,920 હેક્ટર વનજમીન ફાળવાઈ છે. આ યાત્રા આદિવાસી ગૌરવ, વિકાસ અને સ્વાભિમાનનું જીવંત પ્રતિક બની છે.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઈત, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, મહામંત્રી શિલ્પેશભાઈ, કમલેશભાઈ, મહેન્દ્રભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જિલ્લા પંચાયત સભ્યો શૈલેશકુમાર આર. પટેલ, ગુલાબભાઈ રાઉત, ભગવાનભાઈ બાતરી, રંજનબેન તથા કારોબારી અધ્યક્ષ મિતેશભાઈ, શિક્ષણ સમિતિ અધ્યક્ષ કેતનભાઈ પટેલ, ન્યાય સમિતિ અધ્યક્ષ મીનાક્ષીબેન ગાગોડા, એ.પી.એમ.સી. ચેરમેન મુકેશભાઈ પટેલ, અને કપરાડા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા,પૂર્વ ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાવીત, સરપંચો, તાલુકા પંચાયત સદસ્યો, ભાજપના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles