શ્રી કચ્છી લોહાણા સેવા મંડળ આયોજિત શ્રીમદ્ભાગવત કથા — મુલુંડમાં ઐતિહાસિક ૫૦૧ પોથીજીના પારાયણ સાથે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન !

મુંબઈના મુલુંડ (પશ્ચિમ) વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણધામ, રિચાર્ડસન ક્રુડાસ ગ્રાઉન્ડ ખાતે આવનારા દિવસોમાં આધ્યાત્મિકતા અને ભક્તિનો અદભૂત સંગમ જોવા મળશે. શ્રી કચ્છી લોહાણા સેવા મંડળ, રામબાગ માટુંગા દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવ ઐતિહાસિક ૫૦૧ પોથીજીના પારાયણ સાથે શરૂ થવાનો છે. આ પવિત્ર કથાનો આરંભ તારીખ ૧૪ નવેમ્બરથી ૨૦ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન થશે, જ્યાં રોજ સાંજે ૪.૦૦ થી ૭.૦૦ વાગ્યા સુધી ભાગવત કથા પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કથાના વક્તા યુવા ભાગવતાચાર્ય પૂ. શ્રી આશિષભાઈ વ્યાસ, જેમની વાણીમાં આધ્યાત્મિક ઉર્જા અને ધાર્મિક સંસ્કારનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. તેમના કથાપ્રવચનો દ્વારા અનેક શ્રોતાઓએ જીવનમૂલ્યો, સંસ્કાર અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિનો અનોખો અનુભવ કરાવશે.
કથાનું મુખ્ય આકર્ષણ ૫૦૧ પોથીજીના એકસાથે પારાયણનું છે — જે મુલુંડમાં પ્રથમવાર થતું એક ઐતિહાસિક ધાર્મિક આયોજન છે. “कथा भागवतस्यापि नित्यं भवति यद्गृहे । तद्गृहं तीर्थरूपं हि वसतां पापनाशनम् ॥” — ભાગવત પુરાણના આ શ્લોક અનુસાર જ્યાં શ્રીમદ ભાગવત કથા થાય છે, તે સ્થાન પોતે જ તીર્થ સમાન બની જાય છે. આ ભાવનાને સાકાર કરવા માટે સમગ્ર મુલુંડ વિસ્તારમાં ભક્તિની મહેફિલ ગુંજશે.
શ્રી કચ્છી લોહાણા સેવા મંડળ વર્ષોથી અનેક સામાજિક, ધાર્મિક અને માનવસેવા ક્ષેત્રે અવિરત સેવા આપી રહ્યું છે. શિક્ષણ, આરોગ્ય, અને સમુદાય વિકાસ માટેની તેમની પ્રવૃત્તિઓ પ્રશંસનીય છે. હવે તેઓ ભાગવત કથાના માધ્યમથી સમાજમાં સંસ્કાર અને ધાર્મિક જાગૃતિ ફેલાવવા એક સુંદર યજ્ઞ હાથ ધર્યો છે.
આ આયોજનમાં વિશાળ સંખ્યામાં ભાવિકો, મહંતો, સંતો તથા સામાજિક પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહેશે. કથાસ્થળે રોજ સાંજે ભવ્ય આરતી, પ્રસાદ વિતરણ કથાનું સંપૂર્ણ આયોજન ખૂબ જ ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે.
મંડળના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, “આ કથા માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર સમાજને ભક્તિ, એકતા અને સેવા ભાવનાથી જોડનાર એક મહોત્સવ છે.”
આવતા ૧૪ થી ૨૦ નવેમ્બર દરમિયાન મુલુંડનું શ્રી કૃષ્ણધામ ધામ બનશે ભક્તિનો, સેવા અને સંસ્કારનો મહોત્સવ — જ્યાં શ્રીમદ ભાગવતના પાવન શ્લોકો સાથે આખું મુલુંડ શ્રીકૃષ્ણમય બની જશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles