આજના ડિજિટલ યુગમાં સમાજમાં વધતા ગુનાઓ સામે જાગૃતતા અને નિયંત્રણ લાવવા માટે એક અનોખી પહેલ રૂપે “ડિજિટલ મીડિયા ક્રાઈમ કન્ટ્રોલ” નામની વેબસાઈટનું આજે શુભ પ્રારંભ કરવામાં આવ્યું છે. આ પોર્ટલના સ્થાપક અરબાઝ શેખે જણાવ્યું કે, સમાજમાં બનતા ગુનાઓ અંગે તાત્કાલિક માહિતી, માર્ગદર્શન અને જાગૃતિ પૂરી પાડીને સરકાર, પોલીસ અને જાગૃત નાગરિકો વચ્ચે એક સશક્ત સેતુરૂપે આ વેબપોર્ટલ કામ કરશે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગુનાઓની વિવિધ ઘટનાઓ સતત વધી રહી છે. સાઇબર ક્રાઈમ, છેતરપિંડી, ચોરી, મહિલાઓ અને બાળકો સામે થતા અપરાધો, ઘરેલુ હિંસા અને નશીલા પદાર્થોના વેપાર જેવા કેસો સમાજ માટે ચિંતાજનક છે. આવા સમયમાં માત્ર સરકાર કે પોલીસ તંત્ર પર નિર્ભર રહેવું પૂરતું નથી, પરંતુ દરેક નાગરિકની ફરજ છે કે તે ગુનાખોરી અટકાવવા માટે સક્રિય ભૂમિકા ભજવે. આ પોર્ટલ એ જ મંત્ર સાથે કાર્યરત બનશે કે – “જાગૃત નાગરિક, સુરક્ષિત સમાજ.”
વેબસાઈટના સ્થાપક અરબાઝ શેખનું જણાવવું છે કે, આ પોર્ટલ માત્ર ગુનાઓની માહિતી આપવાનો માધ્યમ નહીં પરંતુ એક જાગૃતિ અભિયાન છે. તેમાં કાનૂની પ્રક્રિયા અંગે સરળ માર્ગદર્શન, લોકો માટે ઉપયોગી લેખો, સલાહ-સૂચનો તેમજ સુરક્ષાના ઉપાયો મૂકવામાં આવશે. ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓને સાઇબર ક્રાઈમથી બચાવવા માટે વિશેષ માહિતી આપવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને કાયદાકીય જ્ઞાન ન હોવાને કારણે તેઓ ઘણી વાર છેતરાઈ જાય છે, એવામાં આ પોર્ટલ તેમને સાચી દિશા બતાવશે.
આજના સમયમાં કોઈપણ ગુનો બને ત્યારે પીડિત વ્યક્તિ ઘણી વાર ડર કે અજાણપણા કારણે પોલીસનો સંપર્ક નથી કરતા. “ડિજિટલ મીડિયા ક્રાઈમ કન્ટ્રોલ” એવાં નાગરિકોને આત્મવિશ્વાસ આપશે કે તેઓ પોતાની વાત નિર્ભયતાથી રજૂ કરી શકે. આ પોર્ટલ ગુનાખોરી અટકાવવાના પ્રયાસોમાં પોલીસ તંત્રને પણ સહાયક સાબિત થશે, કારણ કે નાગરિકો દ્વારા મળતી તાત્કાલિક માહિતી ગુનેગારો સુધી પહોંચવામાં મદદરૂપ બનશે.
વેબસાઈટના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે, આજની પેઢીને ડિજિટલ માધ્યમ દ્વારા જાગૃત કરવી એ સમયની જરૂરિયાત છે. ગુનાખોરી રોકવા માટે કાયદાકીય પગલાં જેટલાં જ મહત્વપૂર્ણ છે તેટલું જ જરૂરી છે નાગરિકોમાં જાગૃતિ લાવવી. આ પોર્ટલ એ દિશામાં એક ઐતિહાસિક શરૂઆત છે.
સમાજમાં સુરક્ષા, શાંતિ અને ન્યાયના મૂલ્યો મજબૂત થાય તે માટે “ડિજિટલ મીડિયા ક્રાઈમ કન્ટ્રોલ” કાર્યરત બનશે. આ વેબસાઈટ લોકોમાં વિશ્વાસ પેદા કરશે કે ગુનાખોરી સામે લડવા માટે તેઓ એકલા નથી, પરંતુ સરકાર, પોલીસ અને જાગૃત નાગરિકો સાથે છે.
👉 5 સપ્ટેમ્બર, 2025ના રોજ સ્થાપક અરબાઝ શેખ દ્વારા શરૂ થયેલી આ વેબસાઈટ માત્ર ટેકનોલોજીનો ઉપયોગ નથી, પરંતુ એક સામાજિક સંકલ્પ છે – “ગુનામુક્ત સમાજ માટે ડિજિટલ યુગની નવિન પહેલ.”