હિરાબાના અપમાન સામે વલસાડમાં આક્રોશ

મહિલા મોરચાનો ધરણા-વિરોધ પ્રદર્શન
કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત
‘મા કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન’ ના નારા
વડાપ્રધાનની માતા વિષે ટિપ્પણીનો વિરોધ
વલસાડ ભાજપ મહિલા મોરચાનો કડક વિરોધ
વડાપ્રધાનની સ્વ. માતા વિષે કરાયેલા અપમાન સામે વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાનો આક્રોશ
કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન
બિહારમાં કોંગ્રેસ અને આર.જે.ડી.ના સંયુક્ત મંચ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સ્વ. માતાશ્રી હિરાબા વિષે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર દેશમાં વિરોધનો માહોલ સર્જાયો છે. આ ઘટનાના વિરોધરૂપે વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આક્રોશસભર પ્રદર્શન યોજાયું હતું.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.
વલસાડના આઝાદ ચોક ખાતે “મા કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન” ના નારા સાથે મહિલા કાર્યકરોએ ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા મહિલા મોરચા પ્રમુખ પ્રવિણાબેન પટેલની આગેવાની હેઠળ આ કાર્યક્રમમાં મહામંત્રી અને નગરપાલિકાની નેતા અલકાબેન દેસાઈ, પ્રદેશ કારોબારી સભ્ય સીતાબેન નાયક, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બ્રીજનાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પછી રેલી સ્વરૂપે કાર્યકરો કલેકટર કચેરી પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલની આગેવાની હેઠળ કલેકટરશ્રીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવાયું હતું કે વડાપ્રધાનની સ્વ. માતાના અપમાનને કારણે દેશની જનતા દુ:ખી છે અને આ પ્રકારનું વર્તન કદી સહન નહીં કરવામાં આવે.
આ કાર્યક્રમમાં શહેર તથા તાલુકા મહિલા મોરચાના હોદ્દેદારો અને સૈંકડો કાર્યકરો જોડાયા હતા. મહિલા કાર્યકરોએ બેનરો સાથે વિરોધ દર્શાવ્યો અને સ્પષ્ટ કર્યું કે રાજકીય વિવાદ અલગ હોઈ શકે, પરંતુ માતા વિષે અપમાનજનક શબ્દો બોલવા એ ભારતીય સંસ્કૃતિ અને નૈતિકતાનો ભંગ છે.