


જેના અનુસંધાનમાં કપરાડા ખાતે નવીન 108 એમ્બ્યુલન્સનું લોકાર્પણ ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યોજનાથી રાજ્યના કર્મચારીઓ તેમજ સામાન્ય જનતા માટે તાત્કાલિક આરોગ્ય સેવાઓ વધુ સુલભ અને ઝડપથી ઉપલબ્ધ થશે.
આ અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર સતત પ્રજાજનોને ગુણવત્તાસભર આરોગ્ય સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નવી 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવારની આધુનિક સુવિધાઓ સાથે સુસજ્જ હોવાથી નાગરિકોને દુર્ઘટના કે અન્ય આકસ્મિક પરિસ્થિતિઓમાં સમયસર સારવાર મળી શકશે. કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના દ્વારા સરકારી કર્મચારીઓને આરોગ્ય સુરક્ષા વધારવાનો પણ મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ આયોજનથી કપરાડા તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે નવી સિદ્ધિઓ મેળવવાની દિશામાં એક વધુ સકારાત્મક પગલું ભરાયું છે. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી હીરાબેન માહલા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી દક્ષાબેન ગાયકવાડ, તાલુકા પંચાયત સદસ્યશ્રી સીતારામભાઈ ચૌધરી, સરપંચશ્રી શાંતિબેન, આરોગ્ય સ્ટાફ તથા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
