
વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના સુખાલા ગામે આ વર્ષે ભાઈબીજના પાવન દિવસે તા. ૨૩/૧૦/૨૦૨૫ ગુરૂવારથી શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનો પ્રારંભ થશે અને તા. ૨૯/૧૦/૨૦૨૫ બુધવાર, જલારામ જયંતિના પાવન દિવસે કથા વિરામ થશે. આ ભવ્ય આધ્યાત્મિક મહોત્સવમાં વાણી વિલાસ કરનાર વકતા પરમશ્રદ્ધેય ભાગવતાચાર્ય શ્રી આશિષભાઈ વ્યાસ (ધરમપુર) રહેશે.
નવરાત્રી અનુષ્ઠાન દરમ્યાન વ્યાસ તીર્થ ધરમપુર ખાતે આયોજિત એકાદશ કુંડિય શતચંડી મહાયજ્ઞમાં સુખાલા ગામના ભક્તોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. આ જ અવસરે પ.પૂ. આશિષભાઈ વ્યાસ દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું શ્રીફળ સુખાલા ગામના ભક્તોને અર્પણ કરવામાં આવ્યું હતું.

શ્રીમદ્ ભાગવત કથા વૃંદાવન ધામ, નિશાળ ફળિયા, સુખાલા ખાતે આયોજિત થવા જઈ રહી છે. આ જ્ઞાનયજ્ઞ ઠાકર્યા કુટુંબ તથા કુળપરિવારના દિવંગત પિતૃઓના પરમ કલ્યાણાર્થે સમર્પિત છે.
કથામહોત્સવના કાર્યક્રમો અનુસાર, તા. ૨૩/૧૦/૨૦૨૫ ગુરૂવારના રોજ સવારે ૮:૩૦ કલાકે ભવાની માતાના મંદિરેથી પોથીયાત્રા ભવ્ય શોભાયાત્રા રૂપે પ્રસ્થાન કરશે. તા. ૨૬/૧૦/૨૦૨૫ શનિવારે નંદમહોત્સવ, તા. ૨૭/૧૦/૨૦૨૫ રવિવારે ગોવર્ધન પૂજા, તા. ૨૮/૧૦/૨૦૨૫ સોમવારે રૂકમણિ વિવાહ તથા અંતે તા. ૨૯/૧૦/૨૦૨૫ બુધવારે જલારામ જયંતિના પાવન દિવસે કથાનો વિરામ થશે.

ભાગવતાચાર્ય શ્રી આશિષભાઈ વ્યાસના પ્રવચનોથી શ્રોતાઓને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો અમૂલ્ય સંદેશ મળશે. શ્રીકૃષ્ણના અવતાર, લીલા, ઉપદેશ અને ભક્તોના જીવનપ્રસંગોથી માનવ જીવનમાં ભક્તિભાવ, સદાચાર અને પરમાત્મા પ્રત્યેનો અડગ વિશ્વાસ સ્થાપિત થશે. આ કથા શ્રોતાઓને જીવનમાં શાંતિ અને આત્મિક ઉન્નતિ તરફ દોરી જશે.
સહયોગ સૌજન્ય ::શ્રી સમભાવ સત્સંગ પરિવાર સુખાલા,શ્રી ભવાની માતા યુવક મંડળ-સુખાલા, શ્રી હનુમાનદાદા ભક્તમંડળ-સુખાલા , શ્રી અંબિકા યુવક મંડળ-સુખાલા , શ્રી સાંઈ સંસ્થાન”(સુખાલા-ગાર્ડન), શ્રી જલારામ જનકલ્યાણ મંડળ-સુખાલા, શ્રી નવસર્જન યુવક મંડળ-સુખાલા, શ્રી હરિ ૐ પરિવાર દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.
આવો, સુખાલા ગામે આયોજિત આ મહોત્સવમાં પરિવાર સહિત ઉપસ્થિત રહીને પરમાત્માની કૃપા અને શ્રીમદ્ ભાગવતના અમૃતમય જ્ઞાનનો લાભ લઈએ.
