નવસારી જિલ્લાના ખેરગામના જગદમ્બા ધામમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા આયોજિત 885મી દેવી ભાગવત કથાનું આજે આઠમું દિવસે મહા કાલી પ્રાગટ્ય ઉત્સવ ધુમધામથી ઉજવાયો. અબીલ ગુલાલની છોળોમાં ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું, જેમાં ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીનું દર્શન અને આરાધના કરવામાં આવી.

ઉત્સવમાં નવસારીના નરસિંહભાઈ અને કલ્પનાબેન સવાણી, બિનિતા બેન અને ડો. દિવ્યાંગ સવાણી દ્વારા માતાજીનું પારણું ઝૂલાવાયું. સુપ્રીમ કોર્ટેના એડવોકેટ પ્રીતિબેન જોશી, સુરત વતી જીજ્ઞેશભાઈ પ્રફુલચન્દ્ર જોશી, પ્રકાશભાઈ પટેલ, અને કિરણભાઈ પંચાલ દ્વારા નવચંડી યજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું. સાથે જ, ઓમજી જોધપુર, લીલાબેન ભોયાવાડ અને અન્ય ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી, માતાજીની કૃપા પ્રાપ્ત કરી.
યજ્ઞ આચાર્ય અનિલભાઈ શુક્લ અને અંકુરભાઈ શુક્લ દ્વારા વિદ્વતાપૂર્વક વેદિક કર્મકાંડ કરાવવામાં આવ્યો. “જય ભવાની, જય મહાકાળી”ના પ્રચંડ નાદથી સમગ્ર ધામ ગુંજી ઉઠ્યું. પ્રાગટ્ય ઉત્સવમાં ચુંદડીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો અને ભક્તોએ બ્રહ્મભોજનનો આનંદ લીધો. લંડનથી રંજનબેન ભરતભાઈ કાલા દ્વારા પણ બધા ભક્તોને સ્નેહપૂર્વક ભોજનની વ્યવસ્થા આપવામાં આવી.

આઠમા દિવસે ઉત્સવની વિશિષ્ટ પરંપરા મુજબ, ગુરુવારે માતાજીની મૂર્તિ અને જવારા નદીના શનિ ઓવરે વિસર્જન કરવામાં આવશે. આ 11 અગિયાર દિવસના અનુષ્ઠાનનું પુણ્ય ભારતીય સેનાના શહીદોને અર્પણ કરવામાં આવશે. વધુમાં, મેવાડા બ્રહ્મ સમાજ, ઉદવાડાના વિમલભાઈ ભટ્ટ તીઘરાનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યું. વિશેષ આકર્ષણ તરીકે, વાયોલિન વાંદક હરેશજાનીએ મહાકાળી સ્તુતિ ગાઈને ઉત્સવમાં ભાવાભીનંદન ઉમેર્યું.
ઉત્સવમાં ઉપસ્થિત ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે આ દિવસ ભક્તિ, ધાર્મિક ઉત્સાહ અને માતાજી પ્રત્યે શ્રદ્ધાભાવે ગુંજતો રહ્યો.
