
નાનાપોંઢા પી.એમ.સી. ચેરમેન અને સરપંચ મુકેશભાઇ પટેલે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદે માનનીય શ્રી જગદીશજી વિશ્વકર્માની વરણી થવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે જગદીશજી વિશ્વકર્મા વર્ષો સુધી ભાજપના મજબૂત સંગઠન અને લોકો વચ્ચે અવિરત સેવા આપતા આવ્યા છે. તેમની આગેવાની હેઠળ ગુજરાતમાં ભાજપ વધુ સશક્ત બનશે અને કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને ઉત્સાહ પ્રસરે તેવી આશા છે.
વિશ્વકર્મા સાહેબનું રાજકીય અને સામાજિક જીવન સમર્પણ, સાદગી અને સંગઠનપ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓએ હંમેશા કાર્યકર્તાઓના હિત અને સામાન્ય જનતાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે.
મુકેશભાઇ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની દૃઢ નેતૃત્વશૈલી હેઠળ “સર્વજન હિતાય, સર્વજન સુખાય” ના સિદ્ધાંતને વધુ બળ મળશે અને ગુજરાતના વિકાસયાત્રામાં ભાજપ નવી સિદ્ધિઓ હાંસલ કરશે.
વિશ્વકર્મા સાહેબની અધ્યક્ષપદે વરણી સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. મુકેશભાઇ પટેલે શુભકામનાઓ પાઠવી કે તેમની આગેવાની હેઠળ ભાજપ લોકસેવા, જનસંપર્ક અને વિકાસના માર્ગે સતત પ્રગતિ કરે.
