દેશનાં નવા ઉપરાષ્ટ્રપતિ બનતા સીપી રાધાકૃષ્ણન, 452 મત મળ્યા, વી સુદર્શન રેડ્ડીને મળ્યા 300 મત

દેશનાં ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણનને ચૂંટવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા છે. જયારે વી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા છે. લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું હતું.

સી.પી. રાધાકૃષ્ણનને 152 મતના માર્જિનથી જીત મેળવી આ ચૂંટણીમાં કુલ 788 લોકો મતદાન કરવા માટે લાયક હતા
જેમાંથી 781 લોકોએ ભાગ લીધો હતો. જયારે મતદાનની ટકાવારી 98 ટકા હતી. જેમાં કુલ 767 મત પડ્યા હતા. જેમાંથી 752 મત માન્ય હતા. સી.પી. રાધાકૃષ્ણનને 452 મત મળ્યા જ્યારે તેમના વિરોધી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. તેમણે આ ચૂંટણી 152 મતના માર્જિનથી જીતી હતી.

767 સાંસદોએ મતદાન કર્યું હતું
ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં 767 સાંસદોએ મતદાન કર્યું હતું. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles